ટંકારા પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી
ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયી છે, આ સાથે પોલીસે ભઠ્ઠી સંચાલક મહિલા આરોપીની દારૂ ગાળવાના સાધન સામગ્રી તથા તૈયાર દેશી દારૂ સહિત કુલ રૂ.૧૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસને બાતમી મળેલ કે નેકનામ ગામે આરોપી મહિલા કાંતાબેન જાદવ પોતાના રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી ગ્રાહકોને દેશી દારૂનું વેચાણ કરે છે અને હાલ આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ હોય જેથી તુરંત પોલીસ કાફલાએ ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી. જેમાં ઓરોપી મહિલાએ પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ લીટર ૨૦ કિંમત રૂપીયા ૪૦૦૦/- તથા ગરમ આથો લીટર ૫૦ કિંમત રૂપીયા ૧૦૦૦/- તથા ઠંડો આથો લીટર ૨૫૦ કિંમત રૂપીયા ૫૦૦૦/- તથા ભઠ્ઠીના સાધનો ગેસ બાટલો,ચૂલો નંગ-૦૧ તથા ગેસનો ચુલો નંગ-૦૧ તથા સ્ટીલની ટાંકી નંગ-૧ તથા ટીનની બરણી નંગ-૦૨ પ્લા.નુ બેરલ નંગ-૦૧ તથા પ્લા.નો કેરબો નંગ-૦૧ ટીનનુ તગારુ નંગ-૦૧ તથા પ્લા.ની નળી નંગ-૦૧ વિગેરે મળી કિંમત રૂપીયા ૩૦૦૦/-મળી કુલ પ્રોહી મુદામાલ કિંમત રૂપિયા ૧૩૦૦૦/- ના મુદામાલ મળી આવ્યો હતો, જેથી મહિલા આરોપી કાંતાબેન મોતીલાલ કરશનભાઇ જાદવ ઉવ.૫૦ રહે.નેકનામ ગામ તા.ટંકારાવાળાની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.