Friday, June 20, 2025
HomeGujaratવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક રીક્ષાની ટક્કરે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક રીક્ષાની ટક્કરે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક રોડ સાઈડ ઉભેલ મહિલાને કેરી-વાહન રીક્ષાના ચાલકે હડફેટે લેતા, મહિલાને કિડની તથા આંતરડા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી રીક્ષા ચાલક પોતાની રીક્ષા રેઢી મૂકીને નાસી ગયો હતો. હાલ મહિલાની નાજુક તબિયતે સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ચાલુ હોય ત્યારે ઇજાગ્રસ્ત મહિલાના પતિની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના તીથવા લાલશાહનગર રહેતા વિક્રમભાઈ અવચરભાઈ વાઘેલા ઉવ.૩૮ એ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ ત્રણ ટાયરવાળી બ્લુ કલરની રીક્ષા રજી.નં. જીજે-૦૭-યુયુ-૦૦૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા.૧૭/૦૬ ના રોજ સવારે વિક્રમભાઈ અને તેમના પત્ની ગીતાબેન કેરીની પેટીઓ ભરી વાંકાનેરથી મકનસર વેચવા જતા હોય તે દરમિયાન વાંકાનેરના વઘાસીયા ટોલનાકુ પાસ કરીને, કેરીની પેટીઓ સરખી કરવા વિક્રમભાઈએ પોતાની છકડો રીક્ષા રોડ સાઈડમાં ઉભી રાખી હતી, ત્યારે વિક્રમભાઈ કેરીની પેટીઓ સરખી કરતા હોય જેથી તેમના પત્ની રોડ સાઈડમાં ઉભા હતા, તે દરમિયાન વાંકાનેરથી પુરઝડપે આવતી ત્રણ ટાયરવાળી બ્લુ કલરની રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા રોડ સાઈડ ઉભેલ ગીતાબેન સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી બ્લુ કલરની રિક્ષાનો ચાલજ પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. રીક્ષાની ટક્કર વાગતા ગીતાબેન રોડ ઉપર પટકાયા હતા અને તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ગીતાબેનની ટોલનાકાની એમ્બ્યુલન્સમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા, જ્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ગીતાબેનની કિડની અને આંતરડા અને શરીરે ગંભીર ઇજાઓ સારવાર ચાલુ કરી હતી, ગીતાબેનની તબિયત નાજુક હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી ઉપરોક્ત બ્લુ કલરની રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!