Sunday, September 8, 2024
HomeGujaratહળવદ હાઇવે પર ઓવરલોડ થઈ ગયેલ ટેન્કર દીવાલ સાથે ટકરાતા શેડમાં સુતેલ...

હળવદ હાઇવે પર ઓવરલોડ થઈ ગયેલ ટેન્કર દીવાલ સાથે ટકરાતા શેડમાં સુતેલ મહિલાનું મોત

હળવદ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદ ધાંગધ્રા બાયપાસ હાઈવે પર પાણી ભરી રહેલ ટેન્કર રિવર્સ ખસી જતા દીવાલ સાથે ટકરાતા ગોડાઉનના શેડમાં સુતેલ મહિલાને કાળ ભાળખી ગયો હતો. જયારે તેની સાથે રહેલ અન્ય ૭ લોકોનો આબાદ બચાવ થયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ ધાંગધ્રા બાયપાસ હાઈવે પર હીરોના શોરૂમ પાસે ટેન્કર પાણી ભરી રહ્યું હતું. ત્યારે તેનું વજન અચાનક ઓવરલોડ થઈ જતાં ટેન્કર રિવર્સ ખસતા દિવાલ સાથે ટકરાતા ગોડાઉનની દીવાલ ધરાશયી થઈ હતી. જેનાં કારણે ગોડાઉનના શેડમાં સુતેલા આઠ લોકોમાંથી સાત વ્યકિતઓનો આકસ્મિક બચાવ થયો હતો. જ્યારે એક મહિલાનું મોત નિપજયું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, પાણી ભરી રહેલા ટેન્કરની ઉપર ડ્રાઇવર સુતો હતો, તેવામાં પાણી ભરી ઓવરલોડ થઈ જતા ટેન્કર રિવર્સ ખસી જતા દીવાલ સાથે ટકરાયું હતું. ત્યારે બનાવને પગલે ડ્રાઈવર ટેન્કર મુકીને નાસી છૂટયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!