વાંકાનેરમાં અસામાજિક તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાને બે ઈસમો દ્વારા પોલીસ કેસમાં તેમની નામ કાઢી નાખવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં દેલવાડીયા સાહેબના દવાખાના પાસે દેવી પુજકવાંસ ખાતે રહેતા ઉમાબેન મેહુલભાઇ ગોઢકીયાને સુરેશભાઇ મનુભાઇ ગોઢકીયા તથા દક્ષાબેન (રહે,બંન્ને વાંકાનેર દેલવાડીયા સાહેબના દવાખાને પાસે) નામના ઈસમો દ્વારા તુ અમારૂ નામ કેસ માંથી કાઢી નાખજે નહીતર જાનથી મારી નાખશુ તેમજ ભુંડાબોલી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બંને ઈસમો વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.









