મોરબીની કડવા પટેલ મહિલા કોલેજ ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું.
મોરબીમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ”અંગેની તાલીમમાં કિચન ગાર્ડનીંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમા મુખ્યત્વે કિચન ગાર્ડન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો, ટેરેસ ગાર્ડન અને ઇન્ડોર ગાર્ડનનું મહત્વ, ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાતો અને તેનુ નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તકે કિચન ગાર્ડનમાં થઇ શકે તેવા બિયારણ કિટનું વિતરણ કરાયું હતું જેમા ૬૫ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં જિલ્લા નાયબ બાગાયત નિયામક એન. એમ. કામરીયા, બાગાયત અધિકારીબી, એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી.જી.પ્રજાપતિ, બાગાયત મદદનિ વી.એન.પરસાણા તેમજ મોરબી કે.વી.કે.ના વિષય નિષ્ણાંત એચ.એચ.પડસુમીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા કોલેજના પ્રો.દક્ષાબેન પટેલ, પ્રો. મોનીકાબેન પટેલ અને પ્રો. વનીતાબેન કગથરા આ કાર્યક્ર્મમાં હાજર રહ્યા હતા.