Monday, November 25, 2024
HomeGujaratમોરબી ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઈ

મોરબી ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઈ

ગઈકાલે તા.૦૫/૦૮/૨૦૨૪ ના નારી વંદન સપ્તાહ ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મોરબી જિલ્લા પંચાયતનાં સભાખંડ ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતનાં સભાખંડ ખાતે ગઈકાલે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. મદદનીશ તિજોરી અધિકારી વાર્ગીશાબેન રામાણી દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને બાલીકા સરપંચને બાલીકા પંચાયત વિષે તેમજ તેની કામગીરી બાબતે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. નાયબ ચીટનીશ રિધ્ધીબેન પંડયા દ્વારા પંચાયતી રાજ તથા સામાજિક અન્વેષણ વિષે વિસ્તૃત સમજ અપાઈ હતી. તેમજ મહિલા તરીકે જે સ્થાને નેતૃત્વ કરતા હોય ત્યારે મહિલાએ પોતાને સ્વ નિર્ણય લેવા જોઈએ તેમ જણાવેલ, ત્યારબાદ ડો. હેમાલીબેન ત્રિવેદી દ્વારા વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે માતાના દૂધમાં રહેલ શક્તિઓ તેમજ સ્તનપાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય, પ્રાકૃતિક ખેતી, ડેરી પશુપાલન જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનપત્ર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, એન. એસ. ગઢવી દ્વારા ઉપસ્થિત મહિલાઓને હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે તેવો સંદેશો આપ્યો, તેમજ “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે” જેવી કહેવતોના ઉદાહરણ આપી, જણાવ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓનો વિકાસ થશે નહી ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે. જેથી મહિલાઓને તમામ ક્ષેત્રના પોતાનું પુરતું યોગદાન આપવું જરૂરી છે તેમ જણાવેલ. અંતમાં ICDS પ્રોગ્રામ ઓફીસર મયુરીબેન ઉપાધ્યાય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!