Thursday, December 26, 2024
HomeGujaratનવયુગ કોલેજમાં ગુજરાત સરકારના "નારી વંદન ઉત્સવ" અંતર્ગત "મહિલા કલ્યાણ દિવસ" નો...

નવયુગ કોલેજમાં ગુજરાત સરકારના “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” નો કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી નવયુગ કોલેજ ખાતે કરી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કે.વી.કાતરીયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કર્યું હતું. આ ઉપરાંત નિલેશ્વરીબા ગોહેલ, પ્રોટેક્શન અધિકારી તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ એ હાજર રહીને વિદ્યાર્થીનીઓને સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી હતી. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબની દેખરેખ હેઠળ થયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!