મોરબી તાલુકાના પાવડીયારી ગામે ઓયો લક્ઝરી સીરામીકના લેબર ક્વાર્ટર્સમાં રહેતા ૨૬ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના પાવડીયારી ગામ સ્થિત ઓયો લક્ઝરી સિરામિક લેબર ક્વાર્ટર્સમાં રહેતા સુરેશભાઈ મંગીલાલભાઈ માલવીયા ઉવ.૨૬ એ તા.૧૭ ઓગસ્ટના રોજ રાત્રે કોઇપણ સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.