મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી અલાસ્કા સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં એક શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક જેતપર-પાવડીયાળી રોડ પર આવેલી અલાસ્કા સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા હરેન્દ્ર ગીતારામ સિંગ નામના શ્રમિકે ગઈકાલ તા.૧૭/૧૨ ના રોજ અલાસ્કા સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા, મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









