વાંકાનેરના જુના રાજા વડલા રોડ પર આવેલી કોટેજ ફેક્ટરીના રૂમમાં ૧૯ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી છે.
વાંકાનેર શહેરના જુના રાજા વડલા રોડ પર આવેલી કોટેજ ફેક્ટરીમાં કામ કરતા માન્ડો સીરાજભાઈ સોરણ ઉવ.૧૯ એ ગઈકાલ તા. ૨૦/૦૨/૨૦૨૬ના રોજ ફેક્ટરીના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર રહેલ ડોક્ટરે એમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









