મોરબી તાલુકાના પીપળીયા ગામ નજીક આવેલ પોલીપેક કારખાનામાં શ્રમિકે બાથરૂમમાં ઈન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના પીપળીયા ફગસીયા રોડ પર આવેલા રોલેક્ષો પોલીપેક કારખાનામાં કામ કરતા બલવીન્દર ધીરાસિંગ ઉવ.૨૭ ગઈકાલ તા.૧૧/૦૨ના રોજ રાત્રે કારખાનાના બાથરૂમમાં જઈ પોતાની રીતે કોઈ જાતનું ઈન્જેક્શન મારી લેતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને ટેલિફોનિક જાણ કરતા તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.ઇન્ક્વેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી, પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.









