માળીયા(મી) તાલુકાના માણાબા ગામના પાદરના તળાવમાં ન્હાવા ગયેલા ૩૧ વર્ષના યુવાન બળવંતભાઈ કેશરાભાઈ બારીયાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મૃતક બળવંતભાઈ મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામના નિવાસી હતા અને હાલમાં માળીયા(મી)ના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પોલો કારખાનામાં રહેતા હતા. મૃત્યુના બનાવ મામલે માળીયા(મી) પોલીસે મૃતકના કુટુંબી ધનસુખભાઈ મોહનભાઇ બારીયા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે