વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ કલાસીક સીરામીક ફેકટરીમાં કામ કરતો અને ત્યાં જ મજૂરોની ઓરડીમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના રાજાબસા સાલબની ગામના રહેવાસી ઇશ્વર લક્ષ્મણ હેમ્બરામ નામના શ્રમિકનું ગઈકાલે ઢુવા મીલીનીયમ સીરામીક પાછળ માટેલીયા વોંકળામાં કોઈ કારણોસર ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.