વાંકાનેરના જાલી જેતપરડા રોડ ઉપર પ્રોમેક્ટ કારખાનામાં રહેતા પાગલીયા શ્યામલાલ ચૌહાણ ગઈકાલ તા.૧૮/૦૭ના રોજ રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ પ્રોમેક્ટ કારખાનાના પતરાનું સમારકામ કરતા હોય તે દરમિયાન ઊંચાઈથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોચતા, તુરંત તેને સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા, ત્યારે રાજકોટ જતી વેળા રસ્તામાં જ પાગલીયા ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.