મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સ્વેલ સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના પિપલ્યાબાગ ગામના વતની કૈલાશ શંકરલાલ ચૌહાણ ઉવ.૩૪ ગત તા. ૨૬/૦૬ ના રોજ સાંજના ૫ વાગ્યાના અરસામાં લેબર કોલોનીમાં બીજા માળે રૂમ પોતાના રૂમ પાસે આગળ લોબીની દીવાલ પર બેસેલ હોઇ તે દરમ્યાન અકસ્માતે ઉંચાઇ પરથી નીચે પડી જતા કૈલાસભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.