મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી આગળ પીપળી રોડ નવા બનતા બાંધકામ વાળી જગ્યાએ અર્જુનભાઈ છનાભાઈ કોળી (ઉ.વ. ૩૦ રહે, મહેન્દ્રનગર તા.જી.મોરબી) વાળા મહેન્દ્રનગર ચોકડીથી આગળ પીપળી રોડ ઉપર નવા બનતા બાંધકામ ઉપર કામ કરતી વખતે ત્રીજા માળેથી પડી જવાથી ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.