મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક આર્કો ગ્રેનાઈટો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને કારખાનામાં પ્રેસ વિભાગમાં લેબર કામ કરતા અંકીતકુમાર નારણસિંહ ઉર્ફે નારણપ્રસાદ કુશવાહ ઉવ.૨૦ મુળ બિહાર રાજ્યના છપરા જીલ્લાના મોરીયા ગામના વતની ગઈકાલ તા.૧૬/૦૭ ના રોજ આર્કો ગ્રેનાઈટ સીરામીકમાં પ્રેસ વિભાગમાં કન્વેયર બેલ્ટમાં કચરો સાફ કરવા જતા હાથ ફસાઈ જતા માથા સુધીનો ભાગ બેલ્ટમાં આવી ગયો હતો. ત્યારે હાથમાં અને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા અંકિતકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે મૃત્યુ મામલે મૃતકના નાનાભાઈ અમિતકુમાર પાસેથી દુર્ઘટના અંગેની પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.