વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે બ્રાઉનીયા નામની પેપરમીલના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રાધૌપુરના વતની ધનંજય બંગાલીભાઇ નિશાદ ઉવ.૨૦ નામનો શ્રમિક ગઈ તા.૨૨/૦૬ ના રોજ બપોરના સુમારે પેપરમીલ કારખાનામાં આવેલ કન્વેયર બેલ્ટ ઉપર સૂતો હોય તે દરમિયાન પલ્પર મશીનમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના કુટુંબી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.