Monday, September 8, 2025
HomeGujaratમોરબીના બેલા તળાવીયા શનાળા ગામે ફેક્ટરીમાં કામ દરમિયાન પડી ગયેલા શ્રમિકનું મોત

મોરબીના બેલા તળાવીયા શનાળા ગામે ફેક્ટરીમાં કામ દરમિયાન પડી ગયેલા શ્રમિકનું મોત

મોરબીના બેલા-તળાવીયા શનાળા રોડ પર આવેલા આંગન સિરામિકમાં ૨૬ વર્ષીય યુવાન કામ દરમ્યાન પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું. તાલુકા પોલીસ દ્વારા મરણ નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મોરબી તાલુકાના બેલા-તળાવીયા શનાળા રોડ પર આવેલા આંગન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા હેમરાજભાઈ બાબુભાઈ બાવરી ઉવ.૨૬ ગઈકાલ તા.૦૭/૦૯ના રોજ સાંજના અરસામાં તેઓ કામ દરમ્યાન અચાનક પડી ગયા હતા. જેમાં તેમને માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. તુરે મૃતકની ડેડબોડી અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હાજર ડોકટરે પોલીસને ટેલિફોનીક જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!