મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ નજીક આવેલ બી.એસ.પોલીપેક કારખનામાં રહેતા છોટુભાઇ કમલસીંગ કુસ્વાહ ઉવ.૨૨નું ગઈકાલ તા.૩૦ અપ્રિલના રોજ કોઈ બીમારી સબબ મૃતયી નીપજ્યું હતું, જેથી તેમના પરિવારજનો મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં હાજર દિકતરે પોલીસને જાણ કરી હતી, જેથી તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોચી મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.