Saturday, March 28, 2026
HomeGujaratટંકારા કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનું મોત, રાત્રે સુતેલ જે સવારે ઉઠ્યો જ...

ટંકારા કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનું મોત, રાત્રે સુતેલ જે સવારે ઉઠ્યો જ નહીં

ટંકારા તાલુકાના હડમતીયા રોડ પર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. શ્રમિક રાત્રે સુવા ગયા બાદ સવારે ઉઠ્યા નહોતાં, જેથી તેમને હોસ્પિટલ ખસેડતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઈ પોલીસે અ.મોતની નોંધ કરી, મૃત્યુ અંગે ચોક્કસ કારણ જાણવા પીએમ સહિતની તબીબી કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હડમતીયા રોડ ઉપર આવેલ અક્ષર પોલીપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રાજસ્થાનના ચેનારામ રાજુરામ પોસવાલ ઉવ.૪૩ ગઈકાલ તા.૨૬/૦૩ના રોજ રાત્રે સુવા ગયા હતા. જે બાદ બીજે દિવસે સવારે સાથી કામદારો દ્વારા ઉઠાડવા જતા તેઓ ઉઠ્યા નહોતાં. જેથી તાત્કાલિક તેમને ટંકારા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ ટંકારા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!