મોરબીમા નવા બની રહેલા બિલ્ડીંગ પરથી પડેલા પરપ્રાંતીય યુવાનનું સારવારમાં મૃત્યુ
મોરબીના લીલાપર રોડ ઉપર ના એસપી રોડ ઉપર નવા બની ફ્લોરા 17 ના બાર માળના બિલ્ડીંગના ત્રીજા માળેથી કલર કામ કરતો હુવાન અનુપકુમાર રાજનસીંગ યાદવ (ઉંમર વર્ષ ૨૭) હાલ રહે. મોરબી એસપી રોડ ફલોરા બીલ્ડીંગ રવાપર મોરબી મૂળ રહે.અબ્બાસપુર તા.હરીહા જી.ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ વાળો નીચે પડી જતાં માથા ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન મોત નીપજતા પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં ડોકટરોએ એમએલસી નોંધ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને યાદી કરતા પોલીસે બીટુ સીયારામભાઈ યાદવ નામના ઉવ ૨૪ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર જીલટોપ સીરામીક વાળાની જાણવા જોગ નોંધ કરી એ ડીવીઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના કહેતા આધેડ મારનાર બેની ધરપકડ
મોરબીના માધાપરા વિસ્તારમાં ઘર પાસે અપશબ્દો બોલવાની મકાન માંલિક શૈલેષભાઈ બાબુભાઈ કાંજીયા જાતે કોળી (૪૫)એ અટકાવ્યા હતા જેનો ખાર રાખી બન્ને ઈસમોએ માર માર માર્ટા શૈલેષભાઈને સારવાર માં ખસેડવામાં આવ્યા હતા જેમાં બાદમાં જીતેશ ઉર્ફે ગુડો બાબુભાઇ કાંજીયા અને રાજેશ ઉર્ફે બુધીયો લખમણભાઇ નામના ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી બન્ને આરોપીઓની ધરપકડ કરેલ કરી કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.