ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલા લીંકીંગ ફુટવેર એલએલપી કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા ઉત્તરપ્રદેશના રહેવાસી ૫૨ વર્ષીય રાધેશ્યામ બલ્કુભાઈ બે ત્રણ દિવસથી બીમાર હોય અને સારવારમાં લઇ આવતા રસ્તામાં મરણ જતા જેની ડેડબોડી ટંકારા સરકારી હોસ્પીટલ ખાતે લાવતા, જ્યાં હાજર ડોકટરે પી.એમ કરતા મરણ જનારનુ મોત ફેફસાની બીમારીના કારણે હાર્ટએટેક આવતા થયું હોવાનું સ્પષ્ટ કરતા, જે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે