ટંકારા તાલુકાના ધુનડા ખાનપર તથા નેસડા ખાનપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામા આવી રહી છે. જેમા ટંકારા તાલુકા પંચાયતના અધિકારી હર્ષવર્ધન જાડેજા, કર્મચારી રફિક કડીવાર, સંજય મેધાણી, મહેશ સારેસા સહિતના કાર્યરત હોય એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો દ્વારા આ કાળઝાળ ગરમીમાં શીતળતા મળે અને ડિહાઇડ્રેશનથી બચાવ થાય એ માટે મનરેગાના કામના સ્થળે પહોંચી ઠંડી છાસ વિતરણ કરી હતી. ઉપરાંત બીસીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
ટંકારા તાલુકાના 22 ગામોમાં એફ્પો સંસ્થા દ્વારા સારા કપાસની પહેલ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને સંકલિત ખાતર, ખેડ, જંતુનાશક, બિજ, પાણી, ખેડ, ઉપરાંત ટેકનોલોજી થી વાકેફ કરી વિના મૂલ્યે ડેમો, સમાજના નાનેરાથી લઈ વયોવૃદ્ધની જરૂરીયાત જાણી મદદ કરવામા આવે છે. આ ઉપરાંત જમીન બચાવા માટીનું ધોવાણ અટકાવવા અને પર્યાવરણની દરકાર કરવા માટે વુક્ષારોપણ સહિતની એકટીવીટી કરવામા આવે છે. પ્રોજેક્ટ મેનેજર નિતિનકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પિયુ મોરબી જીલ્લામાં કાર્યરત છે.