Tuesday, May 7, 2024
HomeGujaratટંકારાના ટોળ ગામે પાણી ના ધાંધિયાંથી કંટાળેલા સરોપંચે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

ટંકારાના ટોળ ગામે પાણી ના ધાંધિયાંથી કંટાળેલા સરોપંચે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી નહીં મળે તો રાજીનામું આપવાની સરપંચની ચીમકી બાદ પંચાયતે નોટિસ જાહેર કરી પાણી ચોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

ટોળ ગામના સરપંચ ગઢવાળા અબ્દુલભાઈ સહિતના આગેવાનો નગરજનો આજે ટંકારા મામલતદાર કચેરી ખાતે પહોંચી પાણી બાબતે લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે, ટોળ ગામે પીવાનું પાણી ટંકારા સંપથી ટોળ અમરાપરને મળતું હતું, જેમાં ટોળ ગામને છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી. આ અંગે અનેક વખત પાણી પુરવઠાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ગામ લોકો પણ પાણીની સમસ્યાથી પરેશાન છે ત્યારે જો પાણી નહીં મળે તો સરપંચ પદેથી રાજીનામું આપી દેવાની ફરજ પડશે. ગામ લોકોને પીવાના પાણી માટે અન્ય કોઈ વિકલ્પ નથી ત્યારે તાત્કાલિક અસરથી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે.

આ બાબતે ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી કેતન સખિયા દ્વારા પાણી પુરવઠા અધિકારીને જાણ કરતા ત્યાંથી ચૌકાવનારી હકીકત સામે આવી હતી જેમા ટંકારા થી અમરાપર ટોળ ગામે નાખેલ લાઈનનું પંપિગ પંચાયત હસ્તક છે અને આ લાઇનમાં પાણીચોરોએ અઠળક ગેર કાયદેસર કનેક્શન મેળવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર માહીતી પંચાયતના સરપંચ અને આગેવાનોને સમજાવી ટંકારા પોલીસને ટેલિફોનિક વાતચીત કરી પંચાયત દ્વારા બંદોબસ્ત સાથે ગેર કાયદેસર કનેક્શન કાપણી માટે સુચના આપી હતી.

પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરવા ટોળ પંચાયત આકરા પાણીએ દેખાઈ તાત્કાલિક જાહેર નોટિસ ચોટાડી છે જેમા ટંકારા તાલુકાના ટોળ ગામમાં ટંકારા સંપથી ટોળ ગામ સુધી પાણી આવી રહ્યું છે. જે પાણીની ચોરી કરવામાં આવી રહ્યું હોવાનું ગ્રામ પંચાયતના ધ્યાને આવ્યું છે. ત્યારે પાણી ચોરી કરનાર ઈસમો સામે ગ્રામ પંચાયતે લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહી કરવા તૈયારી દાખવી છે. ટોળ ગામના સરપંચે જાહેર નોટીસ પાઠવીને જણાવ્યું છે, જે કોઈ વ્યક્તિ પાણી ચોરી કરતાં ધ્યાને આવશે તેની સામે પોલીસ ફરિયાદ કરી કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!