યુનો દ્વારા આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, જેને ગઈકાલે 29 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ ટંકારા ખાતે આદિવાસી અને દલિત સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલીનું પ્રસ્થાન આંબેડકર હોલથી કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગોમાં ફરીને પાછા આંબેડકર હોલે મૈત્રી ભોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારા મુકામે આદિવાસી અને દલિત સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં બહારથી એમ.પી, રાજસ્થાન, તેમજ અન્ય રાજ્યોના મજૂરો, ગુજરાતના બોર્ડર વિસ્તારોના મજૂરો, તેમજ સ્થાનિક આદિવાસી ભીલ સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આ રેલીમાં આદિવાસી કલા અને સંસ્કૃતિના દર્શન થયા હતા, લોકોના પોશાક કે લાકડીઓમાં રાષ્ટ્રધ્વજના રંગો સાથે રંગાયેલા હતા, સભામાં મજદુર અધિકાર પંચના સેક્રેટરી એડવોકેટ મનસુખભાઇ ચૌહાણે મજદૂર લોકોને પડતી મુસીબતો અને નિરાકરણો વિશે તેમજ આદિવાસી સમાજના ઇતિહાસ વિશે ચર્ચા કરી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ સામાજિક આગેવાનો નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ સીરાજભાઈ અબ્રાણી, જાવીદભાઈ માડકીયા, રજાક હસનભાઈ મકવાણા, મહેશભાઈ લાધવા, મુકેશભાઈ પરમાર, રમેશભાઈ રાઠોડ, રમેશભાઈ સારેશા, સુરેશભાઈ સરપંચ, કિરણભાઈ ચાવડા, કલ્પેશભાઈ પરમાર, દિલીપભાઈ પરમાર, બાબુ રાજાભાઈ, કૌશિકભાઈ પારિયા, હસમુખભાઈ સોલંકી, મુન્નાભાઈ સોલંકી હાજર રહ્યા હતા, તેમજ સ્થાનિક ભીલ સમાજના આગેવાન ગોહેલ કાનજીભાઈ, ભેરુલાલભાઈ ગરવાલ, માનશીંગભાઈ ગણાવા, કૈલાશભાઈ ગરવાલ, નરસિંગભાઈ સંગોડ, કમલેશભાઈ પાવ, પર્વતભાઈ પાવ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર રેલીનું સંચાલન એડવોકેટ મનસુખભાઇ ચૌહાણ, કાનજીભાઈ ભીલ, નરસિંગભાઈ સઁગોડ, ભેરુલાલભાઈ (એમ.પી.) માનસિંગભાઈ ગણાવા દ્વારા કરવામાં આવ્યું હતું.