મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે આજે જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબી અને ગુજરાત સ્ટેટ નેટવર્ક પ્રોગ્રામ પ્લસ શ્વેતનાં પ્રોજેકટના ફિલ્ડ કો-ઓર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી દ્વારા ટી.બી. અને એચ.આઈ.વી. એઇડ્સ વિશે માર્ગદર્શન અને જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે નિલકંઠ વિદ્યાલય સાયન્સ સ્કૂલનાં ધોરણ- 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટીબી અને એચઆઇવી એઇડ્સ રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા રંગોળી સ્પર્ધા, અને આવા રોગો વિશે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રિન્સીપાલ નવનીતભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રા, ડૉ. જે.એમ કતીરા, ડૉ. પી.કે. દુધરેજીયા, ડૉ. એન.એન. ઝાલા, ડૉ. કે.આર. સરડવા, રાઠોડ ઝરણાબેન, પરમાર અંકિતભાઈ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન્દ્રભાઈ રબારી,ગોસાઈ નિખીલભાઈ, ધર્મેન્દ્રભાઈ વાઢેર, નવજીવન ટ્રસ્ટના મોસીન ભાઈ, અણમોલ ટ્રસ્ટના વિજયભાઈ રેશિયા, વિહાર પ્રોજેક્ટના ઘનશ્યામભાઈ, વિપુલભાઈ શેરશીયા, વસંતભાઈ પડસુબિયા ICTC કાઉન્સેલર ટંકારા સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.