વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમામ ઉંમરના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવાનો છે. WHO એ સૌ પ્રથમ ઓગસ્ટ 1987 માં વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારે ગઈકાલે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી દ્વારા પણ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોરબી દ્વારા ભરતનગર અને લક્ષ્મીનગર ખાતે એક દિવસની વેલીનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં કાર્ય તે જ ઇન્સ્ટિટ્યૂટના તમામ નર્સિંગ સ્ટુડન્ટ, હોમીઓપેથી સ્ટુડન્ટ તથા અન્ય સ્ટુડન્ટ એ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પાંચોટિયા તથા આર્યતેજના ડાયરેક્ટર ગયેલા સાહેબ અને પ્રિન્સિપાલ મેડમ દ્વારા કરવામાં આવેલ હતું.