વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે એફ્પો સંસ્થાના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડના સભ્યો તથા સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ ટંકારાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્લાઈમેટ ચેન્જની અસરથી વિશ્ર્વ આખું ચિંતિત છે ત્યારે આજે 5 જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ શાળના છાત્રો સાથે સંવાદ કરી પર્યાવરણ ઉપર થતી આડ અસરો વિશે વાકેફ કરી અસરો ઓછી કરવા માર્ગદર્શન આપ્યું હતું અને પ્રતિજ્ઞા લઈ પત્યેક પરીવાર પોતિકાની જવાબદારી સમજી શિસ્ત અને સહકારની ભાવના સાથે દેશ ભાવના પ્રજ્વલિત રાખી ઉત્તમ પ્રયાસ કરવા શપથ લીધા હતા.
ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો વિશ્ર્વ પર્યાવરણ દિવસ ફોરેસ્ટ વિભાગે આયોજન કર્યું હતું જેમા ફોરેસ્ટર નિઝામુદ્દીન ખલિફા, મેહુલભાઈ સંધાણી, મુન્નાભાઈ તો ભાજપ સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા મહામંત્રી રૂપસિંહ ઝાલા, ઉપ પ્રમુખ દિનેશભાઈ વાધરિયા, યુવા આગેવાન રશમિકાંત દુબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, વિવેકાનંદ યુવા વિકાસ બોડના નિલેશભાઈ પટણી, ચિરાગ કટારીયા, રાહુલ દેત્રોજા, સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના હિરાભાઈ ફેફર, ગોપાલભાઈ પટેલ ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો શૈલેષ ભોરણીયા, રજની ગોગરા, આશિષ ગઢવી, ડિમ્પલ ગોસરા, મોનિકા પટેલ, તેજલ ભોરણીયા સહિતના હાજર રહી ઓરપેટ પટાંગણમાં 50 છોડનું વુક્ષારોપણ કર્યું હતું તો ટંકારા નગરમાં અલગ અલગ વિસ્તારોમાં 500 રોપાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.