મેલેરીયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી; લોકોને મેલેરિયા નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃત કરાયા
મોરબી તાલુકાના ખરેડા પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી કરવામા આવી હતી. મેલેરીયા નીવારણ અને નિયંત્રણમાં જન સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને મેલેરીયા મુક્ત વાતવારણ તરફ ગામના પ્રયાસોને મજબૂત બનાવવાના હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી.
મેલેરીયાથી બચાવવા માટે તેમજ મચ્છર અને માણસ વચ્ચેનો સંપર્ક અટકાવવા માટેના વિવિધ પગલાઓ જેમ કે મચ્છરની ઉત્પત્તી કેવી રીતે અટકાવી શકાય તે માટે પાણીના પાત્રોને ઢાંકીને રાખવા તેમજ દર અઠવાડીયે તેની સફાઈ કરવી, જંતુનાષક દવાનો ઘરમાં છંટકાવ્ કરાવવો, દવાંયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, તાવ આવે તો તરત જ લોહીની તપાસ કરાવાવી વગેરે પગલાઓ વિશે લોકોમાં જાગૃતી આવે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ચાલો મેલેરીયા નો અંત લાવવા માટે સૌ સહભાગી બનીએ.