આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ચકલી ને બચાવવા માટે ઠેર ઠેર સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે એવો જ એક પ્રયત્ન ટંકારાના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે.
ટંકારામાં સેવાભાવી યુવાનો દ્વારા આજે ૧૦૦૧ પાણીના કુંડા અને ચકલીના હાથ બનાવટના માળા તેમજ તૈયાર માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવાભાવી યુવાનો દ્વારા નિઃશુલ્ક માળા અને પાણીના કુંડા નું વિતરણ કરી ને દરેક લોકોમાં જીવ પ્રત્યે પ્રેમ અને લાગણી તેમજ અબોલ જીવોનું જતન કરવા સંદેશ પાઠવ્યો હતો.ત્યારે ગણતરીની કલાકોમાં જ આ તમામ કુંડા અને માળા વિતરણ થઈ ગયા હતા.