આજરોજ 21 જૂન 2024ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર તેમજ શ્રી આદર્શ નિવાસી પ્રાથમિક શાળા ખાતે “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સુપરવાઈઝર તેમજ યોગ માસ્ટર દિપક વ્યાસ, દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ દ્વારા લાલપર ગામના લોકો તેમજ આદર્શ નિવાસી શાળા રફાલેશ્વર ના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા. તેમજ યોગથી થતા વિવિધ ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ લાલપર ગામના લોકો તેમજ શાળાના બાળકોને આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર તેમજ આદર્શ નિવાસી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શાળાના બાળકો અને ગામજનોને યોગથી થતાં વિવિધ ફાયદા અંગે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. આદર્શ નિવાસી શાળા ખાતે મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ. વી. લાવડિયાએ ખાસ હાજરી આપી હતી. તેમજ શાળાના આચાર્ય પી.જી. ઉકાણી તથા શાળાના તમામ સ્ટાફ દ્વારા બાળકો સાથે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…