હળવદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે હળવદ નગરપાલિકા દ્વારા મહર્ષિ ગુરુકુલ ખાતે યોગ ની ઉજવણી, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
હળવદ ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં યોગદિવસની મહર્ષિ ગુરુકુળના ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી.જેમાં હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ,ચીફ ઓફિસર પાંચભાઈ માળી હળવદ મહર્ષિ ગુરુકુળ એમ ડી રંજનીભાઈ સંધાણી સહિતના આગેવાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી માં જોડાયા હતા આ ઉપરાંત મહિલાઓ શાળાઓના વિદ્યાર્થીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ કરી યોગની ઉજવણી કરાઈ હતી.૨૧ જુન આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે હળવદ નગરપાલિકા દ્વારા મહર્ષિ ગુરુકુળમા સવારે 6 .30 યોગના કાર્યક્રમો યોજાયા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તાલુકાકક્ષા નો કાર્યક્રમ શિશુમંદિર ખાતે યોજાયો હતો. આ તકે શહેરીજનો વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં સહભાગી થઈ અને લોકો પોતાના જીવનમાં નિયમિત પણે યોગ્ય અપનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.હળવદ યોગમય બન્યું હતું.વિશ્વ યોગ દિવસ ના માધ્યમથી લોકો આત્મિક જોડાણ મેળવી એક હકારાત્મક ઊર્જા સાથે માનવતાનું કલ્યાણ થાય છે.બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા,નીરોગી અને તણાવ થી મુક્ત જીવન માટે યોગ જરૂરી છે.
સમગ્ર વિશ્વમાં૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ માં “યોગ ભગાવે રોગ”તેવું સુત્ર આપ્યું હતું.હળવદ ની વિવિધ સ્કૂલોમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.