મોરબીમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ થયું છે અને ઠેર-ઠેર રેઇડ કરી જુગારની બદીને ડામવા કાર્યશીલ થયું છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે અયોધ્યાપુરી રોડ, મોરબી ટ્રાન્સપોટર્ની બાજુમાં રેઈડ કરી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો-રમાડતો એક ઈસમ ઝડપાયો છે. જયારે એક ફરાર છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, અયોધ્યાપુરી રોડ, મોરબી ટ્રાન્સપોટર્ની બાજુમાં વર્લીફીચરનો બે ઈસમો જુગાર રમી-રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓએ રેઇડ કરી રસીદ જુમાભાઇ ચૌહાણ નમન શખ્સને વર્લીફીચરના આંકડા લખેલ ડાયરી, બોલપેન તથા રોકડ રકમ રૂ.૧૫,૪૩૦/- વિગેરે જુગારના સાહિત્ય મુદામાલ કબ્જે કર્યો છે. જયારે રસીદ ધોધારી પાસે રસીદ જુમાભાઇ ચૌહાણએ કપાત કરાવ્યું હતું. જે આરોપી રસીદ ધોધારી ફરાર થઈ જતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.