મોરબીમાં ગઈકાલે કોરોનાએ રફતાર પકડયા બાદ આજે થોડી રફતાર ધીમી કરી હોય એમ રોજ આવતા પોઝિટીવ કેસમાં થોડા ઘટાડો આવ્યો છે પરંતુ બીજી તરફ કુલ એક્ટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય છે.આજે કોરોના કેસના આંકડા ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવી ગયા છે. મોરબી જિલ્લામાં આજે નવ કેસ નોંધાયા હતા.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે 983 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યના 4 અને શહેરના 3 અને વાંકાનેર ગ્રામ્યના 2 કેસનો સમાવેશ થાય છે. આજના 9 કેસ સાથે કોરોના કેસનો કુલ આંકડો 40એ પહોંચ્યો છે. એની સામે આજે 1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.