વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોરબી-કંડલા બાયપાસથી આમરણ સુધી નો રસ્તો ફોરલેન કરવા લેખીત રજુઆત કરી છે
મોરબીથી આમરણા વાયા નાની વાવડી–બગથળા–માણેકવાડા–જીવાપર–આમરણ સુધીના સ્ટેટ હાઈવે રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી છે. વધતા જતાં ટ્રાફીકની સમસ્યાને ધ્યાને લઈ વહેલી તકે મોરબી બાયપાસ થી આમરણ વાયા નાની વાવડી, બગથળા, માણેકવાળા, જીવાપર, આમરણ રોડને ફોરલેન રોડ બને તે જરૂરી છે.
મોરબી થી નાની વાવડી બગથળા અપડાઉન કરતાં નોકરીયાતો ખેડૂતોની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં છે તેમજ આ રોડ ઉપર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, શ્રમીકો, ખેતમજુરો નિયમીત આવન જાવન કરતાં હોય છે. વધતા જતાં વાહન વ્યવહારને ધ્યાને લઈને વહેલી તકે મોરબી થી આમરણ વાયા નાની વાવડી બગથળા માણેકવાડા જીવાપર રોડ વહેલી તકે મોરબી થી નાની વાવડી,બગથળા માણેકવાળા જીવાપર આમરણ સુધીના આ રોડને ફોરલેન કરવામાં આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હસમુખભાઈ ગઢવીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખી રજુઆત કરી હતી.