મોરબીના સામાજિક કાર્યકર દ્વારા આજ રોજ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબીના આરોગ્ય કેન્દ્રમાં આવનાર નાગરીકો ની સંખ્યા વધુ પડતી હોવાને કારણે પાર્કિંગ સુવિધાથી માંડીને બધીજ રૂષ્ટિ એ એક જ હોસ્પીટલ અપુરતી છે. જેથી સામા કાંઠા વિસ્તારમાં નવી અર્ધતન સરકારી સીવીલ હોસ્પીટલ બનાવવા સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજિક કાર્યકરો હસમુખભાઈ ગઢવી અને ભાવિક ભટ્ટ દ્વારા આજ રોજ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી જીલ્લો બન્યા બાદ જીલ્લા કેન્દ્ર મોરબી નગર છે, તેમજ મહાનગરપાલીકાનું કેન્દ્ર મોરબી નગર શહેર છે. આરોગ્યની રૂષ્ટિથી જીલ્લાભરના નાગરીકો શ્રમિકો અને સીનીયર સીટીઝન તેમજ જરૂરીયાતમંદ આર્થિક પછાત નાગરીકો મોરબી સરકારી હોસ્પીટલ-ગાંધી ચોકે આવે છે. આરોગ્ય કેન્દ્રમાં આવનાર નાગરીકોની સંખ્યા વધુ પડતી હોવાને કારણે પાર્કિંગ સુવિધાથી માંડીને બધીજ રૂષ્ટિ એ એક જ હોસ્પીટલ અપુરતી છે. તો મોરબી ખાતે સામાકાંઠે નવી જ અદ્યતન સભર સીવીલ હોસ્પીટલ કાર્યરત થાય તો આરોગ્યની રૂષ્ટિથી લોકોને સારી સુવિધા મળશે. જો સામા કાંઠે નવી સીવીલ હોસ્પીટલ બને તો માળીયા તાલુકામાંથી તેમજ હળવદ તાલુકામાંથી તેમજ વાંકાનેરના ગ્રામજનોને સામાકાંઠે પ્રવેશતા જ આરોગ્ય સુવિધા મળશે. જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે. આરોગ્ય સેવાનું વિકેન્ટ્રીકરણ થાય તે સમયની માંગ છે, આખો જીલ્લો આખું મહાનગર માત્ર ગાંધી ચોક હોસ્પીટલ ઉપર જ આધારીત છે. જેથી ખુબ જ બહોળા પ્રમાણમાં આવતાં નગરજનોને અસુવિધા થાય છે અથવા તો બીજા શબ્દોમાં આરોગ્ય સેવાની જગ્યા અપુરતી લાગે છે.









