Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના સરદાર બાગમાં વૃક્ષોનાં આડેધડ છેદનથી રોષ : ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત

મોરબીના સરદાર બાગમાં વૃક્ષોનાં આડેધડ છેદનથી રોષ : ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં આડેધડ વૃક્ષો કાપી નાખ્યાની ઘટનાના વીડિયો વાયરલ થયા છે, આ ગંભીર મામલે પાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેન દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકાના એક્ઝિક્યુટિવ ચેરમેન કે.પી.ભગિયાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી નગરપાલિકાના સરદારબાગમાં ગેરકાયદસર રીતે આડેધડ વૃક્ષો કાપવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો પણ વાયરલ થયા છે. એકબાજુ રાજ્ય સરકાર વધુ વૃક્ષો વાવી અને વૃક્ષોનું જતન કરવા પર સતત ભાર મૂકી રહી છે. તેથી વૃક્ષો કાપવાએ ગેરકાયદેસર કૃત્ય છે અને ગંભીર ગુન્હો બને છે. આવા સંજોગોમાં મોરબી નગરપાલિકાની માલિકીના કંપાઉન્ડ હદમાં બગીચાની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં આ ખર્ચાઓ અવગણી વૃક્ષોને કાપવામાં આવ્યા છે. એટલું જ નહીં ૫ થી ૭ વૃક્ષોને થડમાંથી કાપી નાખ્યા છે. તેથી વૃક્ષપ્રેમીઓ રોષે ભરાયા છે. આથી વૃક્ષો કાપનાર સામે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે.

આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું નથી, માત્ર ડાળખીઓ કાપવામાં આવી છે. આ વૃક્ષોનું કદ વધી જતાં ડાળખીઓ જોખમી બનતી હોય દર વખતે જેમ વૃક્ષોની માવજત કરવામાં આવે છે તે જ રીતે આ વૃક્ષોની તમામ ડાળખીઓ કાપવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!