મોરબીમાં ડમ્પર ચાલકની બેદરકારીને કારણે વધુ એક નિર્દોષને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં મોરબી-વાંકાનેર ને.હા. રોડ ઉપર આવેલ ઓવરબ્રિજની નીચેના સર્વિસ રોડ ઉપર પુરપાટ જતા ડમ્પર ચાલકે અચાનક વાળી લેતા પાછળથી આવતું મોટર સાઇકલ ધડાકાભેર ડમ્પર સાથે અથડાયું હતી. જેના કારણે મોટર સાઇકલ પર સવાર યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ ભીમસર વેજીટેબલ રોડ ખાતે રહેતા હરેશભાઇ જેન્તીભાઇ કુંઢીયા નામના યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦/૦૪/૨૦૨૩ ના બપોરના સમયે તેનો મોટો ભાઈ અને તેની માતા મોરબી-વાંકાનેર ને.હા. રોડ ઉપર આવેલ ઓવરબ્રિજની નીચેના સર્વિસ રોડ ઉપરથી પોતાનું GJ-03-AR-8067 નંબરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે આગળ જઈ રહેલા GJ-13-AW-8588 નંબરના ડમ્પરના ચાલકે પાછળ જોયા વગર તથા સાઇડ લાઇટ ચાલુ કર્યા વગર અચાનક સ્પીડમા વાળી લેતા ફરિયાદીનાં ભાઇ પ્રકાશભાઇને મોટર સાઇકલ સાથે હડફેટે લઇ રોડમા પાડી દેતા તેને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી તથા તેની બાને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે આરોપી ડમ્પર ચાલક અકસ્માત કરી તેનુ ડમ્પર સ્થળ પર જ રેઢું મુકી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.