હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે દેશી દારૂનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી જેને લઈને પોલીસે સુંદરગઢ ગામે રહેતા આરોપી મુકેશભાઇ ઉર્ફે મલો ઘોઘાભાઇ હમીરપરાની પડતર જગ્યામાં આવેલ બાવરની જુંડમા દરોડો પડ્યો હતો આ રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાનો 400 લીટર ઠંડા આથાનો જથ્થો ઝડપાયો હતો. રેઇડ દરમ્યાન આરોપી મુકેશ હાજર ન હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.