Friday, December 27, 2024
HomeGujaratઅમદાવાદમાં AK47 રાઇફલ ના પાર્ટ્સ બનાવતો યમન દેશનો આરોપી ઝડપાયો

અમદાવાદમાં AK47 રાઇફલ ના પાર્ટ્સ બનાવતો યમન દેશનો આરોપી ઝડપાયો

અમદાવાદ ખાતે યમન દેશનો એક ઈસમ હથિયાર બનાવતો હોવાની પોલીસને બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સ્કાય ઇન હોટેલમાં રેડ કરી હથિયાર બનાવતા શખ્સને હથિયારના પાર્ટ્સ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

યમન દેશનો 36 વર્ષનો અબ્દુલ અઝીઝ નામનો આરોપી અમદાવાદમાં વિવિધ હથિયારોના પાર્ટસ બનાવી યમન દેશોમાં પોતાના મિત્રને મોકલવાનો હતો. તેના બદલામાં આરોપીને દસ ટકા કમિશન મળવાનું હતું. આરોપીને તેના યમનના મિત્ર મુનિર મોહંમદ કાસીમે વિવિધ હથિયારના પાર્ટ્સ બનાવવાનું કહ્યા બાદ અબ્દુલ અઝીઝ 10 ટકા કમિશનથી પાર્ટ્સ બનાવતો હતો અને ભારતમાંથી યમનમાં ગેરકાયદેસર ak47 અને ak56 જેવા ઘાતક રાઈફલના પાર્ટ્સ સપ્લાય કરતો હતો જો કે આરોપી આ પાર્ટ્સ મોકલાવે તે પહેલાં વિવિધ પાર્ટ્સ સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો.મુનિરે પાર્ટના મેજરમેન્ટના આધારે ગૂગલ ઉપર આવા પાર્ટ્સ બનાવી આપનાર કંપનીઓ સર્ચ કરી અને તે માટે તે અબ્દુલ અઝીઝ એક જાન્યુઆરીથી અમદાવાદ આવ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે યમનમાં હાલ આંતરિક સંઘર્ષના કારણે અલગ-અલગ સશસ્ત્રો ગ્રુપ જેમાં હોથી , અલઝનબ, અલકાયદા વગેરે એક્ટિવ છે. આ ઉપરાંત યમનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે જેના કારણે વ્યાપક પ્રમાણમાં હથિયારોની જરૂર ઊભી થઈ છે. યમનના પોતાનો સાગરીત મુનિર મોહમ્મદ કાસીમ હથિયારોના રીપેરીંગનું કારખાનું ધરાવતો હોવાથી તેમણે વિવિધ હથિયારો બનાવવા કહ્યું હતું અને તેના બદલામાં 10 ટકા કમિશન આપવા જણાવ્યું હતું.

આરોપી અગાઉ 2005 થી 2011 સુધી મુંબઈમાં અભ્યાસ કરતો હતો. બીએસઇ આઇટીનો અભ્યાસ કરવા મુંબઇ આવ્યો હતો. ત્યારબાદ 2018માં પણ પોતાના પિતાની સારવાર કરાવવા મુંબઈ આવ્યો હતો. તે દરમિયાન તેણે એક દુભાષિયા સાથે મુલાકાત થઈ હતી. તે દુભાષિયો ગુજરાતી જાણતો હતો. ઉપરાંત અમદાવાદની કંપનીઓની એક્યુરસી સારી હોવાથી અને દુભાષિયો ગુજરાતી જાણતો હોવાથી અમદાવાદ પસંદ કર્યું હતું. આરોપીના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરાયા છે. આ ગુન્હામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ? છેલ્લા અઢી વર્ષથી ભારતમાં આરોપી હતો તે સમય દરમિયાન કોને કોને મળ્યો ? રાઇફલ પાર્ટ્સ યમનમાં સપ્લાય કર્યા છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!