આજ તુલસી પૂજન દિવસ છે. ત્યારે પૌરાણિક માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં તુલસીનું બહુ જ મહત્વ છે. હિંદુ ઘરોમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીના ઘણા ઓષધિય ગુણ છે જેનાથી અનેક પ્રકારની બીમારીમાં ઉપયોગ લેવામાં આવે છે.
- ઘરના આંગણે તુલસી લગાવવી
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, જો ઘરના આંગણે તુલસીનો છોડ લગાવવામાં આવે તો ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે. ઘણાં લોકો સ્નાન કર્યા બાદ ઘરના આંગણે લગાડવામાં આવેલ તુલસીની સવારમાં પુજા કરે છે. ત્યારે સ્વાસ્થ્ય માટે પણ તુલસી ઉપયોગી નિવડતી હોવાથી લોકો તુલસીના ચા પીવાનું પણ પસંદ કરે છે.
- શું તમે તુલસીના પાન તોડો છો, તો આ વાતનું જરૂર ધ્યાન રાખશો..!!
ઘણા લોકો માને છે કે, રવિવાર, સુર્યગ્રહણ, સંક્રાતિ, દ્વાદશી, ચંદ્રગ્રહણ અને સાંજના સમયે તુલસીના પાનને ભૂલથી પણ ના તોડવા જોઈએ, એવું કહેવામાં આવે છે કે માતા એકાદશી પર વ્રત રાખે છે. અને જો ભૂલે ચૂકે આ દિવસે તુલસીના પાન તોડશો તો ઘરમાં ગરીબી રહેશે તેવું કહેવામાં આવે છે. આ શિવાય રવિવાર તથા મંગળવારના રોજ તુલસીના પાન ના તોડવા. મંગળવારના દિવસને ક્રૂર ફટકો માનવામાં આવે છે.
તુલસીના પાન તોડતી વખતે ક્યારેય તુલસીના પાંદડા ક્યારેય નખથી અથવા ખેંચીને તોડવા જોઈએ નહીં. તેમજ ક્યારેય દબાવવું ના જોઈએ. તુલસીના પાનને જીભ પર રાખીને ચૂંસવું જોઈએ. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડ રાધા રાણીનો અવતાર માનવામાં આવે છે. રાધા રાણી સાંજે લીલા કરે છે. જેથી સાંજના સમયે તુલસીના પાન તોડવા ના જોઈએ. જો સ્નાન કર્યા વિના તુલસીના પાન લેશો તો તેને ખરાબ માનવામાં આવે છે. અને ખાસ પાન તોડતા પહેલા તુલસીના છોડને હલાવો અને પછી જ પાન તોડવું જોઈએ…