Saturday, January 11, 2025
HomeGujaratટંકારાના હિરાપર ગામની સીમમાં રજવાડી હોટેલમાં યુવાન આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થ સાથે...

ટંકારાના હિરાપર ગામની સીમમાં રજવાડી હોટેલમાં યુવાન આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થ સાથે પકડાયો

ટંકારાના હિરાપર ગામની સીમ સહકાર કોટની બાજુમાં રજવાડી હોટેલ નામની દુકાનમાં ઈસમ આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની શીરપની બોટલો કોઇ પણ જાતના આધાર પુરાવા કે બીલ વગર મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના હિરાપર ગામની સીમ સહકાર કોટની બાજુમાં રજવાડી હોટેલ નામની દુકાનમાં ધંધો કરતો મીતેષભાઇ ઉર્ફે લાલો ભુદરભાઇ ફેફરે આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની શીરપ બોટલો જેમાં અંગ્રેજીમા AYURVEDIC PROPRIETARY MEDICINE STONEARISHTHA ASAV- ARISTHA ૪૦૦ ml. HERBAL TONIC લખેલ ૨૧ બોટલો તથા KAL MEGHASAVA ASAVA-ARISTHA + ૩૭૫ ml લખેલ ૭ બોટલો એમ બન્ને બ્રાન્ડની મળી કુલ 28 બોટલોનો રૂ.૪૨૦૦/- નો મુદ્દામાલ કોઇ પણ જાતના આધાર પુરાવા કે બીલ વગર ગેર કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે પોતાના હવાલાવાળી રાજવાડી હોટલ-દુકાનમાં રાખી મળી આવતા ટંકારા પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!