જન્મ દિવસની લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી પાર્ટીઓ મનાવતા હોય છે. તો કેટલાય કેક કાપી ભોજન સમારંભ કરતા હોય છે, પરંતુ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ યંગ ઇન્ડિયા ગ્રુપના એક સભ્યના દીકરા મયંકના જન્મ દિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદોને ભોજન જમાડી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવામાં આવે છે. ત્યારે આજ રોજ યંગ ઇન્ડિયા ગ્રુપના એક સભ્યના દીકરા મયંકના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી બાળકોને ભાવતા પીઝા અને દાબેલી સહિતનું ભાવતા ભોજન કરાવીને તથા જન્મદિવસે ગાય માતાની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા મેળવી છે. જન્મદિવસની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળ દેવતાઓને રાજી કરી મયંક માટે આશીર્વાદ મેળવી યંગ ઇન્ડિયા ગ્રુપએ ધનીયતા પ્રાપ્ત કરવાનો પ્રયાશ કર્યો છે.