Friday, December 6, 2024
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અભાવો વચ્ચે જીવતા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની કરી...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અભાવો વચ્ચે જીવતા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની કરી પ્રેરણાદાયી ઉજવણી

માણસના ભીતરમાં રહેલા અંધકારને દૂર કરીને તેજોમય પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી. ખરેખર બીજાના જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી આશાઓ, ઉમગનો રંગ ભરી દેવો એ દિવાળી પર્વની સાચી ઉજવણી છે. આવી જ ભાવના સાથે દરેક તહેવારોન પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ મીઠાઈ સાથેનું ભોજન કરાવી દિવાળીની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો…

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શહીહ ભગતસિંહના કાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આનદ અભિયાન હેઠળ દરેક તહેવારોની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં આપવાનો આંનદ એટલે જે લોકો જીવનના અનેક અભાવોથી વંચિત હોય એમની સાથે પરિવાર જેવી આત્મીયતા કેળવીને તહેવારોની સાચા અર્થમાં ખુશી આપવી. યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરી અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દેવાનો પ્રયાસ કરે છે.

ત્યારે આજે તેજોમય પ્રકાશ પર્વ દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દિવાળી તહેવારની પ્રેરણાદાયી ઉજવણી સંદર્ભે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી “આનંદ ના અજવાળા” કરવાનો અવસર, તેઓ વધુમાં જણાવે છે કે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે.

બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ તો સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. દિવાળી અને નવું વર્ષએ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે. સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા જોઈએ, એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી અલગ અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ નાના બાળકોને દિવાળીના તહેવાર નિમિતે આશરે 3000 જેટલા બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા અને ગુલાબ જાંબુ સાથે ભોજન કરાવી, દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ લઈ જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કર્યાનું અંતમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!