યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શક અને સ્થાપક ડૉ. દેવેન રબારી દ્વારા મોરબી ખાતે યોજાયેલા પોલીસ તાલીમ કેમ્પની વિશેષ મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન કેમ્પમાં તાલીમ લઈ રહેલા યુવાન અને યુવતીઓ સાથે વિશેષ સંવાદ કરી તેમને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું.
ડૉ. દેવેન રબારીએ પોતાના ઉદ્દબોધનમાં પોલીસ વર્દીને માત્ર નોકરી નહીં પરંતુ સમાજની રક્ષા, અન્યાય સામે ઉભા રહેવાની હિંમત અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ ગણાવ્યો. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને અડગ મનોબળથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા પ્રોત્સાહિત કર્યા.
તાલીમાર્થીઓના અભિપ્રાયો જાણી કેમ્પની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર માહિતી મેળવી. કેમ્પમાં જોવા મળતી શિસ્ત, ઉત્સાહ અને સમર્પણ ભાવિ સુરક્ષા વ્યવસ્થાના મજબૂત આધારસ્તંભ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
વિશેષરૂપે બહેનોની વધતી ભાગીદારીને સમાજમાં ગૌરવપૂર્ણ પરિવર્તન ગણાવી જણાવ્યું કે આજની દીકરી વર્દી પહેરી સમાજ માટે સુરક્ષાનું આશ્વાસન બની રહી છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ યુવાનોમાં દેશભક્તિ, આત્મવિશ્વાસ અને સેવા ભાવના વિકસાવવાના ધ્યેય સાથે સતત કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું.
અંતમાં તમામ તાલીમાર્થી યુવાન-યુવતીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
જય હિંદ 🇮🇳









