સમાજના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોએ આર.ટી.ઇ માં ફોર્મ ભરવા પડે છે. જે ફોર્મ તા. ૨૮/૦૨/૨૦૨૫ થી ૧૨/૦૩/૨૦૨૫ સુધી ઓનલાઇન ભરી શકાશે. ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાત મંદ બાળકોને આર.ટી.ઇ. ના ફોર્મ ફ્રી માં ભરી દેવામાં આવશે…
ગુજરાત સરકાર દ્વારા RTE Act. હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોએ આર.ટી.ઇ માં ફોર્મ ભરવા પડે છે. જે ફોર્મ તા. ૨૮/૦૨/૨૦૨૫ થી ૧૨/૦૩/૨૦૨૫ સુધી ઓનલાઇન ભરી શકાશે. જેના માટે ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ ડોક્યુમેન્ટ જેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)(ગ્રામ્ય વિસ્તાર માટે:૧,૨૦,૦૦૦/-સુધી શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/-સુધી), પાનકાર્ડ, આવક અંગેનું એકરારનામું, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક તે સિવાય અમુક કેટેગરીમાં સરકારે પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જે તે કેટેગરી વાઈઝ સાથે રાખવાના થશે. જે ફોર્મ ફ્રી માં ભરવા માટે દિલીપ દલસાણીયા યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી મો. ૮૦૦૦૮૨૭૫૭૭ પર સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ કોલ કરીને ડી.આર. સિક્યોરિટી, લવકુશ કોમોલેક્સબેલ પિયાટોઝની બાજુમાંરવાપર રોડ
મોરબી ખાતે આવવાનું રહેશે તેમ જણાવવામાં આવ્યું છે…