પ્રાથમિક વિભાગ,માધ્યમિક વિભાગ અને કોલેજ વિભાગના વિદ્યાર્થીઓ માટે કસોટી યોજાશે
મોરબી,યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સામાજિક સેવાના, સામાજિક ઉત્થાનના અનેકવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુવા જ્ઞાનોત્સવ, વાત્સલ્ય દિવસ નિમિત્તે ગરીબ બાળકો માટે લકઝયરીસ કારમાં જોય રાઈડ, ત્રિરંગા યાત્રા, સંકલ્પ નવરાત્રી મહોત્સવ, ગ્રૂપના સભ્યોના જન્મદિનની ગરીબ બાળકો સાથે ઉજવણી, હોળી, દિવાળીના તહેવારોની ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવણી વગેરે કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે ત્યારે યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વધુ એક પ્રકલ્પ ગીતાજ્ઞાન કસોટી યોજવા માંગે છે,
આપણે સૌ જાણીએ છીએ કે ભગવદ્દ ગીતાનું ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે નિર્માણ થયેલ છે ભગવદ્દ ગીતાએ દુનિયાનો મહાનતમ ગ્રંથ છે, દેશ અને દુનિયા લોકો સંતો-મહંતો રાજપુરુષો, વૈજ્ઞાનિકોએ ગીતામાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે આજની પેઢી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ પણ ભગવદ્દગીતાને જાણે, સમજે એ માટે આ પ્રમાણે ગીતાજ્ઞાન કસોટી નું આયોજન કરવામાં આવ્યું છે.
◆ગીતાજ્ઞાન કસોટી બે વિભાગમાં લેવાશે ધો.9 થી 12 અને કોલેજ વિભાગ.
◆ આ કસોટી ઓબ્જેક્ટિવ પ્રકારની હશે. જવાબ યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવેલ પેપરમાં જ લખવાના રહેશે.
◆આ કસોટી સરકારી અને ખાનગી શાળા, કોલેજના વિદ્યાર્થીઓ આપી શકશે.
◆આ કસોટી તા. 17 ઓગસ્ટને ગુરુવારે શાળા કોલેજ કક્ષાએ લેખિતમાં લેવાની રહેશે પેપરો યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવશે.
◆શાળા કોલેજ કક્ષાએ બંને વિભાગમાંથી ત્રણ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને તાલુકા કક્ષાએ ફરીવાર કસોટી આપવાની રહેશે.
*તાલુકા કક્ષાએ તમામ શાળા કોલેજમાંથી ત્રણ ત્રણ નંબર આપનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને વિશિષ્ટ ઈનામોથી નવાજવામાં આવશે.
*ગીતાજ્ઞાન કસોટીમાં ઉત્તમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન માટે વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવશે.
આ ગીતાજ્ઞાન કસોટીમાં સહભાગી થવા યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબી તાલુકાની તમામ સરકારી અને ખાનગી શાળા તેમજ કોલેજના પ્રિન્સિપાલઓ ને જણાવવામાં આવેલ છે અને આપની સંસ્થામાં વિભાગ વાર કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે તેની સંખ્યા જણાવવા નીચે મુજબના વોટ્સએપ નંબરમાં લખાવવા જણાવાયું છે.
શાળા માટે : દિનેશ વડસોલા : 9825913334
કોલેજ માટે : રવીન્દ્ર ભટ્ટ : 9898288777