જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે સંસ્થા ના દાતાઓની દિલેરી ધનદાન અને સ્વયંસેવકોના શ્રમદાન, સમયદાનને બિરદાવતા મહોત્સવ વેળાએ શ્રેષ્ઠ દાતાને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ટંકારા તાલુકાના યુવા ઉદ્યોગપતિ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ ના ડાયરેક્ટર જગદીશ પનારાનું હમેશા અગેસર દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકોટ સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મહેન્દ્ર પાડલીયા, પ્રકાશ વરમોરા, રમેશ ટિલાળા, ઉમિયાધામ ટ્રસ્ટના ચેરમેન મૌલેશ ઉકાણી, ટ્રસ્ટ પ્રમુખ જયરામ વાંસજાળીયા, આગેવાન પુનિત ચોવટીયા, બી.એચ.ઘોડાસરા, જગદીશ કોટડીયા, ગોવિંદ વરમોરા, સી.કે.પટેલ, મગન જાવીયા, જયેશ પટેલ સહિત બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.