Sunday, January 5, 2025
HomeGujaratમોરબી પ્રેસ વેલ્ફેર એસોસિયેશનના પ્રથમ પ્રમુખ તરીકે યુવા પત્રકાર અતુલ જોષીની વરણી

મોરબી પ્રેસ વેલ્ફેર એસોસિયેશનના પ્રથમ પ્રમુખ તરીકે યુવા પત્રકાર અતુલ જોષીની વરણી

આજ રોજ સર્કિટ હાઉસ મોરબી ખાતે યોજાયેલ મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર એસોસિએશન ની મિટિંગ માં પારદર્શક ચૂંટણી યોજીને સર્વાનુમતે ચિઠ્ઠી ઉપાડી ને સર્વે હોદેદારો ની વરણી કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

લોકશાહીનાં મહત્ત્વના સ્તંભ તેમજ લોકતંત્રની ચોથી જાગીર સમા પત્રકારત્વ જગતમાં મોરબીના લોકપ્રશ્રનો અને લોકહિતનાં કાર્યો માટે સતત જહેમતશીલ રહેતા પત્રકારોના કલ્યાણ માટે મોરબી પ્રેસ વેલ્ફેર એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી છે. જેના પ્રથમ પ્રમુખ પદે યુવા પત્રકાર અતુલભાઈ જોષી ની વરણી કરવામાં આવી છે.

મોરબીના નાગરિકોના હકક હિસાઓ માટે તેઓનો અવાજ બુલંદ કરવા પત્રકારો પ્રતિબદ્ધ છે ત્યારે મોરબીમાં ફરજમાં સતત કાર્યશીલ રહેતા પત્રકારો દ્વારા મોરબી પ્રેસ વેલ્ફેર એસોસિયેશનની સ્થપના કરાઈ છે.આજે યોજાયેલ મિટિંગમાં સર્વાનુમતે ચિઠ્ઠી ઉપડવામા આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અતુલભાઈ જોષી નું નામ આવતા તેઓને પ્રમુખ પદે આરૂઢ કરાયા હતા વધુમાં ઉપપ્રમુખ પદે મિલનભાઈ નાનક, મંત્રી તરીકે રવિ ભડાણીયા અને સહમંત્રી પદે ચંદ્રેશભાઈ ઓધવિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ, સભ્ય રાજેશભાઈ આંબલીયા, સભ્ય મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી, હીમાંશુભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી હતી.

આ તકે મિટિંગ પ્રવીણભાઈ વ્યાસ,ભાસ્કરભાઈ જોષી,ઋષિભાઈ મહેતા,સુરેશભાઈ ગોસ્વામી સહિતના પત્રકારો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!